GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલસીબી પોલીસે કાલોલના અડાદરા ખાતે રેડ કરી વિદેશી દારૂનો પોણા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો

તારી ૦૭/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

એલ.સી.બી પોલીસને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા ભરતસિંહ ઉર્ફે જેણો નટવરસિંહ જાદવ તથા વિક્રમસિંહ સામતસિંહ જાદવ રહેવાસી અડાદરા બંને ભેગા મળી તેઓની ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી વિક્રમસિંહ સામતસિંહના ઘરના આંગણામાં સંતાડી રાખેલ છે જે આધારે પોલીસે વિક્રમસિંહ ના ઘરે રેડ કરતા ખાખી પુઠ્ઠા ના બોક્ષ મા ભરેલ વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવેલ પોલીસે ગણતરી કરતા બિયરની ૨૬૪ ટિન તેમજ દારૂની નાની મોટી બોટલો ૭૩૨ કુલ ૯૯૬ બોટલ જેની કિંમત રૂ ૧,૭૬,૭૬૦/ તથા ઈકો કાર જીજે-૧૭-સીએ-૬૯૪૩ કિંમત રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળી રૂ ૪,૭૬,૭૬૦/નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો સામે પ્રોહિબીસન એક્ટની જુદી જુદી કલમ હેઠળ વેજલપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button