
તા.૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલદારની સૂચના મુજબ ૫૦% કરતા ઓછું મતદાન થયેલુ હોય, તે પૈકી વોર્ડ નંબર ૧૫ ખાતે જય હિંદનગર અને ભારતનગર વિસ્તારમાં વોર્ડ ઓફિસરશ્રી દ્વારા, મવડી વિસ્તારના ભાગ નંબર ૪૦ના બૂથમાં તેમજ ૭૩ – ગોંડલ શહેરના ભાગ નંબર ૬૬ તથા ૬૯માં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે યોજાયેલી ભાગવત કથામાં “મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તમામને મતદાન વિશે સમજૂતી આપીને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ ૬૬ – ટંકારા વિધાનસભા મતદાન વિભાગમાં આવેલી ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી અને સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.









