NAVSARIVANSADA

ચૌઢા ગામે જુગાર રમતા 2 જુગારીયા ઝડપાયા

ચૌઢા ગામે જુગાર રમતા 2 જુગારીયા ઝડપાયા

 

 

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ ,વાંસદા

 

વાંસદા પોલીસે બાતમીના આધારે ચૌઢા ગામ પાસેથી જુગાર રમતા બે જુગારીયાની અટક કરી રૂ. 3,21,510નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાંસદા સિનિયર પીએસઆઇ જે.વી.ચાવડાને મળેલી બાતમીના આધારે ચૌઢા ગામ પાસે એએસઆઈ અનિલ લક્ષ્મણભાઈ, સુનિલ વિનોદભાઈ, ભાવેશ કનુભાઈ, નીતિનભાઈ સુમનભાઈ સહિતના કર્મીઓએ રેડ કરી જુગાર રમતા રાજેશ ધનગારીયા (રહે. ચૌઢા) તથા રૂસ્તમ નિકુલીયા (રહે. કાસ્ટોનીયા, તા.કપરાડા)ને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી વરલી

 

વાંસદા પોલીસ સ્ટેશન

મટકાના આંક ફરકના આંકડાઓ લખેલી કાપલીઓ, આંક ફરકની રોકડ રકમ રૂપિયા 11,510 તથા 2 મોબાઈલ રૂ. 10 હજાર અને કાર રૂ. 3 લાખ મળી રૂ. 3,21,510નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બન્ને જુગારીયાને ઝડપી જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ વાંસદાપોલીસ કરી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button