MORBI:સોમનાથમાં ૮મી એ ‘પ્રભાસોત્સવ ‘ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના કલાકારો પોતાની કૃતિઓની પ્રસ્તુતિ કરશે.

MORBI:સોમનાથમાં ૮મી એ ‘પ્રભાસોત્સવ ‘ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના કલાકારો પોતાની કૃતિઓની પ્રસ્તુતિ કરશે.
હિન્દૂ ચેત્રી નવા વર્ષના વધામણાંનો સાંસ્કૃતિક કલા ઉત્સવ પ્રભાસોત્સવ આગામી ૮ મી એપ્રિલના રોજ ૨૪ જીલ્લાના ૩૫૦ કલાકારો દ્વારા ૫૦ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં શાસ્ત્રીય સંગીત, નૃત્ય, ભક્તિ સંગીત લોકનૃત્યની કલાઓનું મંચન કરાશે
સાહિત્ય, રંગમંચ તથા લલિતકલાઓને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી વિવિધ કલાઓ દ્વારા માનવ જીવનને સુખમય રસમય આનંદમય બનાવવા માટે પ્રયત્નશીલ છે. આવી કલાત્મક એકતાને જીવંત કરવા રાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના કલા સાધકો શાસ્ત્રીય સંગીત,શાસ્ત્રી નૃત્ય,ભક્તિ સંગીત, લોકસાહિત્ય, લોકસંગીત અને લોકનૃત્યની ઉત્તમ કલાની પ્રસ્તુતિ દ્વારા ભારતીય કલાઓનું મંચન કરાશે તારીખ ૮ એપ્રિલના સૂર્યાસ્તથી ૯ એપ્રિલ સૂર્યોદય સુધી ત્રિવેણી રોડ પર આવેલા સોમનાથ ટ્રસ્ટના રામમંદિર ઓડિટોરીયમ પ્રભાસ પાટણ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સમરસતા થીમ પર આ કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતના ૨૪ જિલ્લાઓના ૩૫૦ કલાકારો ભાગ લઈને ૫૦ જેટલી કૃતિઓ રજુ કરશે સંસ્કાર ભારતી નો સોમનાથ ખાતેનો આ વર્ષે પ્રતિવર્ષ યોજાતો ૧૬ મો કાર્યક્રમ છે. જે અંતર્ગત મોરબી જીલ્લા સંસ્કાર ભારતી દ્વાર આ પ્રભાસોત્સવમાં કૃતિઓની પ્રસ્તુતિ કરાશે જેમાં મોરબીના આદ્યશક્તિ ગ્રુપ સાર્થક વિદ્યામંદિર કોરિયોગ્રાફર રવિરાજ પૈજા દ્વારા તૈયાર થયેલી પ્રસિદ્ધ પ્રાચીન ગરબાની કૃતિ તેમજ સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના મહામંત્રી પ્રાણલાલ પૈજા ગ્રુપ દ્વારા લોકગીત /ભજન ની કૃતિ અને સંગીત વિશારદ ભાર્ગવભાઇ દવે દ્વારા શાસ્ત્રીય ગાયનની કૃતિની પ્રસ્તુતિ કરાશે આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતીની સમિતિ પણ જોડાશે તેમ સંસ્કાર ભારતી મોરબી જીલ્લા સમિતિના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરાની યાદીમાં જણાવાયું છે.