MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા 2021 માં મળેલી ખાતરી નું સૂરસૂરિયું થતાં ફરી ઉપવાસ આંદોલન થવાના એંધાણ

MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા 2021 માં મળેલી ખાતરી નું સૂરસૂરિયું થતાં ફરી ઉપવાસ આંદોલન થવાના એંધાણ
“2010માં મંજૂર થયેલા પ્લોટો હજુ મળ્યા ન હોવાથી અંબાલીયા એ લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત”
મોરબી સરકાર દ્વારા વિકાસ અંતર્ગત જરૂરત મંદ વ્યક્તિઓને ફાળવવામાં આવતી જમીન પ્લોટ ખેતર મકાન આવાસો વગેરે વગેરે ની ડિજિટલ યુગમાં ફરિયાદો પર ફરિયાદ ઊઠવા પામી છે ત્યારે 2010માં ભડીયાદ વિસ્તારમાં 100 ચોરસ વાર પ્લોટ મંજૂર થયેલા અનુસૂચિત સમાજના પ્લોટો 2024 માં પણ મળ્યા ના હોય જેના અનુસંધાને અવારનવાર તંત્ર સમક્ષ લેખિત રજૂઆત સાથે ઉપવાસ આંદોલન લાગતા વળગતા કચેરીઓ સામે કરવામાં આવે છે ત્યારે 2001 માં કોરોના કાળ દરમ્યાન પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી ઉપવાસ આંદોલન કરનાર અનિલભાઈ સી અંબાલીયા એ જણાવેલ વિગત એવી છે કે 2021 માં બાહેધારી ખાતરી તંત્ર દ્વારા મળેલ હોય જેથી ઉપવાસ આંદોલન સમિતિ લેવાયું હતું પરંતુ આજ દિવસ સુધી તંત્રના પેટનું પાણી પણ હલ્યું ના હોય તેથી ફરી રજૂઆત 2024 માં કરી યોગ્ય કાર્યવાહી સાથે જરૂર મંદ વ્યક્તિઓને 2010માં ફાળવવામાં આવેલ પ્લોટ અંગે રજૂઆત કરેલ હોય છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ના દેતા અંતે તારીખ 2 4 2024 ના રોજ જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડમાં બાંધકામ કરવા બાબત રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે જેમાં જણાવ્યું છે કે 14 3 2024 ના રોજ આપેલ અરજી અંતર્ગત યોગ્ય કાર્યવાહી અંગે સંતોષકારક ન્યાય કે જવાબ ના મળતા તંત્રની નિષ્ક્રિયતા અને પ્રકાશમાં લાવવા માટે ના છૂટકે સરકારી સેવાસદન કમ્પાઉન્ડમાં મકાન બાંધકામ અંગે ચિમકી ઉચ્ચારી લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે નોંધનીય છે કે તારીખ 8 4 2024 ના રોજ સેવા સદન ગ્રાઉન્ડમાં બાંધકામ થશે કે પછી અનિલ આંબલીયા ની રજૂઆતને દાદ મળશે તે આવનાર સમય કહેશે નોધનિયછે કે આ ફરીયાદ અંગે પોલીસ સમક્ષ રક્ષણ ની માંગણી કરી છે