યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે 9માં આંતરરાષ્ટ્રીયયોગદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

22 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યોગાંજલિ કેળવણી મંડળ, ઞણેશપુરા સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે 9 માં આંતરરાષ્ટ્રીય યોગ દિન 2023 ની થીમ “વસુદૈવ કુટુંબકમ”ની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યક્તિ વિશેષ તરીકે મહિલા કોલેજ ઊંઝા ના પ્રિન્સિપાલ શ્રી ડો. આશિષભાઇ ઠાકરએ હાજર રહી વિદ્યાર્થીઓને યોગ શીખવ્યા હતા. યોગ, નાટ્ય અને શિક્ષણક્ષેત્રમાં બહુમુખી પ્રતિભા ધરાવતા આશીષભાઇએ યોગની શોધ કરનાર રુષિશ્રી પતંજલિના મંત્ર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી યોગના આઠ અંગો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી વિદ્યાર્થીઓને યોગ,આસન અને પ્રાણાયામ શીખવ્યા હતા આ ઉપરાંત વિશેષ માં હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુરના ડો.દીપ્તિબેન બ્રહ્મભટ્ટ અને ઇન્ટર્ન ડોકટર ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમામહિલા કાનુની સલાહ કેન્દ્ર નાં કાર્યકરો , શાળા સ્ટાફ તથા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના 700 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોઞ દિન ઉજવણીમાં સહભાગી થયા હતા