
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૬૮-રાજકોટ (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને મામલતદાર – રાજકોટ પુર્વના માર્ગદર્શન હેઠળ છેલ્લી ચૂંટણીમાં જે વિસ્તારમાં ૫૦ % કરતા ઓછું મતદાન થયુ હોય તથા પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહ્યો છે તેવા વોર્ડ નંબર ૧૬, બિલાલ ચોક, જંગલેશ્વર શેરી નં ૩૧ અને યોગેશ્વર ચોક વિસ્તારમાં વોર્ડ ઓફિસરશ્રી દ્વારા “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં જંગલેશ્વર વિસ્તારના લોકોને મતદાનનું મહત્વ સમજાવી, મતદાન કેવી રીતે કરવું તે અંગે માહિતી આપી હતી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા અન્યોને મતદાન કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]