GUJARATJETPURRAJKOT

Rajkot: જિલ્લાની અનેક શાળાઓમાં “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાતાઓને મતદાનના મહત્વ અંગે જાગૃત કરતું વિદ્યાર્થી જગત

તા.૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ચિત્ર, રંગોળી, મહેંદી, નાટક સહિતની વિવિધ પ્રવૃતિઓ થકી મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતાં સેન્ટ ગાર્ગી સ્કુલના વિદ્યાર્થીઓ

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન તળે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ તે માટે “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાર જાગૃતિ” સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જિલ્લાની અનેક શાળાઓમાં પણ “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃતિઓ થકી આગામી યુવાપેઢીમાં પણ મતદાનના મહત્વ અંગે સમજદારી આવે અને લોકોને પણ અચૂક મતદાન કરવાનું પ્રેરણાબળ મળે તે માટે વિદ્યાર્થી જગત વિવિધ પ્રવૃતિઓ થકી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી રહ્યું છે.

જે અન્વયે રાજકોટ શહેરની સેન્ટ ગાર્ગી સ્કુલ દ્વારા ચિત્ર, રંગોળી, મહેંદી, સ્લોગન, નિબંધ અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. લોકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાવાની અપીલ કરીને “Your Vote, Your Voice”, “My Vote, My Future” જેવા સુત્રો સાથે રંગોળીઓ દોરીને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા હાથમાં મહેંદી મુકીને “Vote For Better India” નો સંદેશો આપ્યો હતો. વધુમાં વિદ્યાર્થીઓએ “મતદાન જાગૃતિ” વિષયક નાટ્ય કૃતિઓ પણ ભજવી હતી.

આમ, આગામી યુવાપેઢી હોંશભેર “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાન જાગૃતિસભર વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બનીને જિલ્લાના દરેક મતદાતાઓને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરીને લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં પોતાનું યોગદાન આપી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button