
કાંકરેજ તાલુકાના વહેપારી નાથક થરા માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગના વેકેશન પછી આજરોજ તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ યાર્ડચાલુ થતા એરંડા,જીરૂ, વરીયાળી,તમાકુ,રાજગરો વિગેરે ની મબલક આવકો થવા પામી હતી.ખેડૂતોને એરંડા,તમાકુતેમજ વિવિધ ખેત ઉત્પન્ન માલના ભાવો ઉંચા મળતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.તમાકુ માટે થરા અને શિહોરી બંને મેઇન સેન્ટરો હોવાથી દૂર દૂરથી ખેડૂતો પોતાનો ખેત ઉત્પન્ન માલ વેચાણ અર્થે થરા તેમજ શિહોરી સબ યાર્ડ શિહોરીમાં લાવે છે.વિવિધ દેશોમાં એક્ષપોર્ટ કરતી કંપનોઓ વેપારીઓના માધ્યમથી ખરીદી કરે છે જેથી ખેડૂતોને પોતાના ખેત ઉત્પન્ન માલના ઉંચા ભાવ મળે છે. એરંડા ૧૧૬૫ થી ૧૧૯૦,તમાકુ ૨૦૦૦ થી ૨૯૬૦,ઘઉં ૪૫૦ થી ૬૨૦,જીરૂ ૩૫૦૦ થી ૫૧૦૦, વરીયાળી ૧૫૦૦ થી ૩૦૦૦, રાજગરો ૧૩૦૯ થી ૧૪૫૦ આ સિવાયના તમામ ખેત ઉત્પન્ન માલના ઊંચા ભાવ રહેવાથી પહેલા દિવસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળ્યા હોવાથી ખેડૂતો ખુશ ખુશાલ હતા.ખેત ઉત્પન્ન માલનો તોલ થયા પછી તરત જ ખેડૂતોને રોકડા નાણા મળતા ખેડૂતો થરા માર્કેટયાર્ડમાં તેમજ શિહોરી
સબયાર્ડમાં પોતાનો ખેત ઉત્પન્ન માલ વેચાણ અર્થે આવવા માટેનો આગ્રહ રાખે છે.આગામી સમયમાં મબલક પ્રમાણમાં આવકો થશે તેવું ખેડૂતો તરફથી જાણવા મળેલ.તમામ ખેડૂતો આજના શરૂઆતના દિવસના ભાવ તેમજ માર્કેટયાર્ડની સિસ્ટમ માર્કેટયાર્ડના કર્મચારીઓ દ્વારા થતી જાહેર હરાજી,ખુલ્લો તોલ તેમજ રોકડા નાણા મળતા હોવાથી તેનો અમલ વેપારીઓ કરી રહ્યા છે.
નટવર.કે. પ્રજાપતિ,થરા