BANASKANTHAKANKREJ

પ્રજાપતિ સમાજ સમાજ રત્ન આશા રાજપુરિયા વિદેશની ધરતી ઉપર ફેન્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જશે..

બનાસકાંઠા જિલ્લાના ભોંયણની પ્રજાપતિ (રાજપુરિયા)આશા નટવરલાલ પ્રાથમિક શિક્ષણ આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે પૂર્ણ કરી નડિયાદ ખાતે માધ્યમિક શિક્ષણ નોલેજ હાઈસ્કૂલમા અભ્યાસ કરી હાલમાં સી.બી. પટેલ આર્ટસ કોલેજમા ત્રીજા વર્ષ સાથે ફૅન્સીગ રમવાનું પણ ચાલુ રાખ્યું.આશા પ્રજાપતિએ ૨૦૧૭ માં ફૅન્સીન્ગ રમવાનુ ચાલુ કર્યું હતું એસ.એ.જી.સ્કીમમાં નડીઆદ એકેડેમી ખાતે
સિલેક્શન થયું હતું જ્યાં ટ્રેનિંગ ઉપરાંત રહેવાની અને જમવાની સઘળી સુવિધાઓ મળી હતી.હાલ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમી અમદાવાદમાં રહીને ટ્રેનિંગ મેળવતી ૮ વર્ષથી ર્ટ્રેનીંગ મેળવતી  ફૅન્સીન્ગ રમતી આશાએ ફૅન્સીન્ગ ગેમમાં ટોટલ ૨૦ મેડલ મેળવ્યા છે જેમાં ૫ રાષ્ટ્રીય કક્ષા એ ૪ મેડલ ખેલ મહાકુંભ અને ૧૧ મેડલ રાજ્યકક્ષા માં મેળવ્યા છે  જેમા ૫ ગોલ્ડ ૪ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જમ્મુ,કાશ્મીર,ઉત્તરાખંડ,દિલ્હી,હરિયાણા,ગોવા,તેલંગણા, મહારાષ્ટ્ર,પંજાબ,તામિલનાડુ, હૈદ્રાબાદ,છત્તીસગઢ,આસામ, મણિપુર,ઓડિશા સહિત અનેક રાજ્યોમાં રાષ્ટ્રકક્ષાએ ભાગ લઈ રમી ચૂકી છે.આશાનું એક સ્વપ્ન હતું કે વિદેશની ધરતી ઉપર પગ મૂકી રમવા જઈ ભારત દેશનુ તેમજ માતા-પિતા,પ્રજાપતિ (રાજપુરિયા)સમાજનુ નામ રોશન કરવાનું સ્વપ્ન સાકાર કરતી આશા ૧૨ મી એપ્રિલ ૨૦૨૪ થી ૨૦ એપ્રિલ ૨૦૨૪ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ સાઉદી અરેબિયા ખાતે રમવા જશે એમ આશા પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button