
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૩.૨૦૨૪
હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રામદેવજી મહારાજના મંદિર નો અલખધણી ની અસીમ કૃપાથી શ્રી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાન ની અસીમ કૃપાથી ૧૨ માં પાટોત્સવ પીર શ્રી બાળકદાસજી રઘનાથપીર ધૂણી આશ્રમ ઢાપોળ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી.સમસ્ત મારવાડી સમાજ દ્વારા સ્ટેશન રોડ વિસ્તાર તેમજ મંદિર પરિષદની રંગ બે રંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતુ.પાટોત્સવ ને લઈ મંદિર ખાતે ભજન સત્સંગ તથા હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે રામદેવજી મહારાજના મંદિર ખાતે ૧૨ માં પાટોત્સવની ઉજવણી દરમિયાન બે દિવસિય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.હાલોલ નગર સહિત સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સમસ્ત મારવાડી સમાજ દ્વારા પ્રતિવર્ષે રામદેવજી મહારાજ નો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ગત રોજ રાત્રે ૧૦ કલાકે ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું જયારે શનિવાર ની વહેલી સવારે સાત વાગે રામદેવજી મંદિર ખાતે હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. અને ત્યારબાદ સવારે ૮.૦૦ વાગ્યે ભવ્ય આરતી કરવામાં આવી હતી.અને ત્યારબાદ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરનાં મુખ્ય માર્ગો પર નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના અગ્રનીઓ અને નગરજનો જોડાયા હતા.નીકળેલ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે કેટલાક મંડળો દ્વવારા ઠંડા પાણી સરબત નું વિતરણ કરવામાં આવ્યું હતું. રામદેવ યુવક મંડળ હાલોલ અને સમસ્ત મારવાડી સમાજના સંયુક્ત પ્રયાસોથી બારમાં પાટોત્સવની ઉજવણી આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં કરવામાં આવી હતી.જેને લઇ મારવાડી સમાજ માં પણ ભારે આણંદ ઉત્સવ જોવા મળ્યો હતો.