
તા.૩૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ સ્થિત શક્તિમાન કંપનીમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કર્મચારીઓને લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. કર્મચારીઓએ મતદાન કરવાના શપથ પણ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર શ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ- રેલી યોજી, ગ્રામ વિસ્તારોમાં સેલ્ફી પોઇન્ટ, ગેસના બાટલા – વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા સહિતના વિવિધ નવતર પ્રયાસો દ્વારા મતદાન જાગૃતિ લાવવામાં આવી રહી છે.









