
તા.૩૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ૬૬-ટંકારા વિઘાનસભા મતદાન વિસ્તારમાં આવેલી આર.ઓ.પટેલ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. અને “હું અવશ્ય મતદાન કરીશ”ના સંકલ્પ સાથે સિગ્નેચર ડ્રાઈવ યોજાઇ હતી. ૬૬ – વિધાનસભા મતદાન વિભાગના કેમ્પસ એમ્બેસેડર, સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત રાજકોટના ૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની સરકારી રાશનના દુકાનદારોએ “મતદાન કરવા અને કરાવવા”ના શપથ ગ્રહણ કર્યા હતા.
[wptube id="1252022"]








