JUNAGADHMANGROL

માંગરોળ તાલુકાના નાદરખી ગામે સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા ૩૦ સમગ્ર શહેરમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસીયાની આગેવાનીમાં શાળાના બાળકો, વડીલો દ્વારા, સ્ત્રીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી  લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામા આવી રહી છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાદરખી ગામે ( સેલ્ફ હેલ્પ ગ્રુપ) સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બૅનરના ઉપયોગથી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. ” હું મતદાર છું, હું ફરજીયાત મતદાન કરીશ. મતદાન અવશ્ય કરો” જેવા સ્લોગનોથી વધારેમાં વધારે લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તેવી અપીલ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button