JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
મેંદરડા શહેરના પ્રજાપતિ નગર અને આલીધ્રા ગામે અનોખી રીતે મતદાન જાગૃતિનું આયોજન કરાયું
સ્થાનિકોએ શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરી પોતાની ફરજ બજાવવાની અપીલ કરી

જૂનાગઢ તા.૩૦ આગામી તા, ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં દેશના નાગરિકો વધારેમાં વધારે જોડાય અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મતદાન મહાદાન, આ વખતે તો મારે મત આપવાનો જ છે, જેવા સ્લોગનોનું અનુકારણ કરી મેંદરડા તાલુકાના સ્થાનિકોએ રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મેંદરડા શહેરના પ્રજાપતિ નગર અને આલીધ્રા ગામ ખાતે લોકો શેરી નાટક દ્વારા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકશાહીના પર્વમાં અચૂકપણે મતદાન કરી પોતાની ફરજ અદા કરે તેવી અપીલ કરી હતી

[wptube id="1252022"]









