BANASKANTHAPALANPUR
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં ધો-8 ના પરીક્ષાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ

30 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ તા-30 માર્ચ 24 ના રોજ ધો-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજના” પરીક્ષા યોજવામાં આવેલ. જે અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ તંદુરસ્ત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા વિદ્યાર્થીઓને પ્રેરક પ્રોત્સાહન મળે તથા સરકારશ્રીની મેરીટ આધારીત શિષ્યવૃત્તિ યોજનાનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળાના આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોના વરદ્દ હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ, ચોકલેટ તથા બોલપેન આપી ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]



