
તા.૨૮/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સ્વીપના નોડલ ઓફિસર તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ઉપલેટા, નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા અને સમૂહ ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લઈ “મતદાન આપણી પવિત્ર ફરજ”, “લોકશાહીનું મહાપર્વ ચૂંટણી” જેવા વિષયો પર સમૂહ ચર્ચા કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ “મતદાન મારો ધર્મ”, “હું તો મતદાન કરીશ જ” જેવા વિષયો પર વકતવ્ય આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સ્વીપ દ્વારા વધુ ને વધુ લોકોને “મતદાન એ મહાદાન”નો મંત્ર આપી દેશના મહાપર્વમા યોગદાન આપવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.








