CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં વિરોધ વંટોળ

છોટાઉદેપુર ખાતે ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવાના આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ એક નામચીન બૂટલેગરનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ લોકસભાના ઉમેદવારે ગુલાબના ફૂલનો ગુલદસ્તો બૂટલેગરને આપતા સમગ્ર જિલ્લાના રાજકીય મોરચે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

છોટાઉદેપુર ખાતે ભાજ૫ કાર્યાલયમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ  ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તેમજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના અલીરાજપુરનો બૂટલેગર ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ સ્ટેજ ઉપર ભાજપનો ખેસ નાંખીને ચડ્યો હતો અને ગોરધન ઝડફિયાએ ગુલદસ્તો આપીને બૂટલેગરનું સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવાએ પણ સ્વાગત કર્યું હતું. ભાજપ કાર્યાલય બનાવવા માટે બૂટલેગરે જગ્યા આપી હોવાની ચર્ચા આ કાર્યક્રમમાં તેમજ બાદમાં જિલ્લામાં રાજકીય મોરચે થવા લાગી હતી. મધ્યપ્રદેશના આ બૂટલેગર સામે છોટાઉદેપુરમાં અગાઉ ગુનો નોંધાયો હતો અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી જયારે ભાજપના આ કાર્યક્રમમાં બૂટલેગરની હાજરીથી | ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button