સુરેન્દ્રનગર
જિલ્લામાં આવેલ લખતર તાલુકાના દેવળિયા ગામે રહેતા સાપરા અશોકભાઈ ગંગારામભાઈ, ઉંમર વર્ષ 22 જેઓ ચિલ્કા,ઓડિશા ખાતે ટ્રેનિંગ પુરી કરતાં પોતાના વતનમાં આવતા ગ્રામજનો અને પરિવાર જનો દ્વારા પુર જોશથી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેઓ હાલ મુંબઈ ખાતે અગ્નિવીર આર્મી નેવી માં ફરજ બજાવવા માટે પોસ્ટિગ મળેલ છે.જેમા સાપરા અશોક ભાઈ ગંગારામ ભાઈ એ સમગ્ર કોળી સમાજ માં નામ રોશન કર્યું હતું. તેમજ પરિવારજનો માં પણ આનંદ ની લાગણી ફેલાઇ હતી.જેઓ થોડા સમય પછી મુંબઈ ખાતે માતૃ રક્ષા માટે ફરજ બજાવશે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]




