GUJARATJETPURRAJKOT

Jetpur: “સ્વિપ”ની ગ્રામ્ય સ્તરની સરાહનીય કામગીરી, જેતપુરના નવાગઢમાં મતદારોને મતદાન કરવા પ્રેરિત કરાયા

તા.૨૨/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.

રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલના માર્ગદર્શન મુજબ મામલતદારશ્રીના સહયોગથી ૭૪ – જેતપુર વિધાનસભા મતદાર વિભાગના જેતપુર તાલુકાના નવાગઢ ખાતે ઔદ્યોગિક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન), પોસ્ટલ બેલેટ, ચૂંટણીલક્ષી એપ્લીકેશન્સ સહિતની બાબતો અંગે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે સંબંધિત અધિકારીઓ, અગ્રણીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button