તા.૨૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં રવિવારે વિજ્ઞાન જાથા હોલિકા દહનમાં ફળકથનોની હોળી કરશે
જીવનનગર ચોકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી હોળીનું પ્રાગ્ટય કરશે. ભદ્રાકાલ, નકારાત્મક આગાહીઓને દેશવટો અપાશે.
૧૧,૧૧૧ છાણાની હોળીમાં આર્યુવેદિક ઔષધિનો ઉપયોગ થશે.
તા. ૨૪ મી રાત્રીના ૮ કલાકે હોળીનું પ્રાગ્ટય થશે. પ્રદેશ-શહેર ભા.જ.પ. ના હોદ્દેદારો-પદાધિકારીઓ હાજરી આપશે.
Rajkot: ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સિિત, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહોત્સવ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર ચોકમાં ૪૩ માં વર્ષે ૧૧,૧૧૧ છાણાની હોળીનું પ્રાગ્ટય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે. રવિવાર રાત્રિના આઠ કલાકે ભદ્રાકાલ યોગને જમીનદોસ્ત કરી ઉજવણી કરવામાં આવશે.
જાHi ઉદથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે આ વર્ષે હોલિકા દહનના સમય બાબતે
જયોતિષીઓએ લોકોમાં અસમંજસ ઉભી કરી છે ત્યારે સમિતિ વૈજ્ઞાનિક અભિગમમાં વિશ્વાસ રાખતી હોય તા. ૨૪ મી રવિવાર રાત્રિના ૮ કલાકે જીવનનગર ચોકમાં હોળી પ્રાગ્ટયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જીવનનગરના રહીશો જયોતિષીઓના ફળકથનોની હોળીમાં ભાગીદાર બનશે. આ વિસ્તારમાં અવિરત કાર્યક્રમો યોજાતા હોય લોકોમાં જબરો ઉત્સવ છે. જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવ પરા, શિવ પરા, બ્રહ્મસમાજના રહીશો પરિવાર સાથે હોલિકાત્સૌવ ઉજવણીમાં ભાગ લેવાના છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, નગરસેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેતનભાઈ મકવાણા, મંત્રી વિપુલભાઈ પંડયા, રણજીતભાઈ ગોહેલ, અશોકભાઈ જેઠવા, હિતેશભાઈ પંડયા, પાર્થ ગોહેલ, ભાવેશ બુંદેલા, અશોકભાઈ વાઘેલા, વિનોદરાય ભટ્ટ, શહેર ભાજપના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા સહિત હોદ્દેદારો હાજરી આપવાના છે. હોલિકાત્સૌવ સમિતિના કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ અને મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રાની આગેવાનીમાં મહોત્સવના કાર્યક્રમ-રૂપરેખા આપશે. જીવનનગર સમિતિ છેલ્લા ૪૩ વર્ષથી આયોજન કરતું હોય લોકોની ભીડને ધ્યાનમાં રાખી પોલીસ વ્યવસ્થા રાખવામાં આવે છે. રાજયમાં વિશ્વસનીયતા પ્રાપ્ત સાથે એવોર્ડ સમિતિને મળ્યા છે.
હોલિકાત્સૌવની તૈયારી જયંત પંડયાના વડપણ હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, હસુભાઈ મોડેસરા, ડૉ. તેજસ ચોકસી, વિનોદરાય ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ ચૌહાણ, કેતન મકવાણા, પાર્થ ગોહેલ, ભાવેશ બુંદેલા, અંકલેશ ગોહિલ, અશોકભાઈ વાઘેલા કરી રહ્યા છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં મેટર પ્રગટ નમ્ર વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે.
જીવનનગર વિકાસ સમિતિ








