કાલોલ પાલિકાના વોર્ડ નં.ચાર ના પડતર પ્રશ્નોનું નિકાલ આવતા પ્રોત્સાહન રૂપી ચીફ ઓફિસરને અભિવાદન પાઠવ્યા.

તારીખ ૧૯/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
અનેક સુવિધાઓથી વંચિત ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટીના પડતર પ્રશ્નોના નિકાલ માટે કાલોલ નગરપાલિકા અને કાલોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગતમાં સ્થાનિક સોસાયટીના જાગૃત રહિશો દ્વારા તાત્કાલીક અસરથી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા લેખિત અરજી સાથે ધારદાર રજૂઆત જે તે સમયે કરવામાં આવી હતી જેને લઇ નગરપાલિકા ચીફ ઓફિસર તરફથી સમસ્યા ને ગંભીરતા થી લઇ પરિણામલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં કામગીરીમાં મહદઅંશે સફળતા પણ મળી તે માટે આજરોજ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા ની મુલાકાત લઈ પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ને પ્રોત્સાહન રૂપી અભિવાદન પાઠવ્યા હતા તેમજ અન્ય પ્રશ્નો નું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે તેવું આશ્વાશન ચીફ ઓફિસરે આપ્યું હતું.પ્રશ્નો હશે તો રજૂઆત ચાલુ જ રહેશે પરંતુ જ્યારે આપણને સારી રીતે સાંભળે અને કામગીરી કરવામાં આવે ત્યારે તેવા કાર્યો ને પ્રોત્સાહન મળવું જ જોઈએ તે હેતુથી આજે પુષ્પગુચ્છ આપીને ચીફ ઓફિસર ને અભિવાદન પાઠવ્યા હતા.