JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૯ નોડલ ઓફિસરની નિમણૂંક

ચૂંટણીની સુચારું અને અસરકારક રીતે કામગીરી થાય તે માટે નોડલ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી

જૂનાગઢ તા.૧૭   જૂનાગઢ જિલ્લામાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

        ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશભરમાં કુલ ૭ તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા.૭ મેના રોજ મતદાન થશે. જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણીની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે થાય તે માટે ૧૯ નોડલ ઓફિસરોની વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજ સોંપવામાં આવી છે.

        આ ૧૯ નોડલ ઓફિસરની ખર્ચ મોનિટરિંગ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, મેનપાવર મેનેજમેન્ટ, બેલેટ પેપર, એમસીસીના અમલીકરણ, ઓબ્ઝર્વર, ટ્રેનિંગ, ઇવીએમ, વીવીપેટ જેવી વિવિધ ચુંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button