GODHARAGUJARATPANCHMAHAL

જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે સંકલનના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

 

 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ગોધરા ખાતે ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે સંકલનના અધિકારીશ્રીઓ તથા નોડલ સાથે બેઠક યોજાઈ હતી.

 

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી એ જિલ્લાના તમામ ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓ સહિત સંકલનના અધિકારીશ્રીઓએ અત્યાર સુધી કરેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

બેઠકમાં સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી, જાહેરાતો, હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી, MCMC- આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા સહિતની ચર્ચા કરી હતી.

 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ નોડલ ડી.કે.બારીયા,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,

એમ.સી.સી નોડલ દેસાઈ, સર્વ પ્રાંત અધિકારી ઓ સહિત જિલ્લાના નોડલ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

***

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button