GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કચ્છથી રાજકોટ કતલખાને લઇ જવાતા પશુઓને ગૌરક્ષકો ટીમે બચાવી લીધા

મોરબી હિન્દૂ યુવાવાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌ રક્ષકો દ્વારા વધુ એકવાર પોતાના જીવના જોખમે અબોલ મૂંગા પશુઓને કતલખાને લઇ જવાતા બચાવી લઇ સરાહનીય કામગીરી હાથ ધરી છે. જેમાં બોલેરો વાહનમાં ૧૧ પાડાને કચ્છથી રાજકોટ કતલખાને લઇ જતા બોલેરો ચાલક તથા કલીનરને ઝડપી લઇ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં લઇ જઈ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાવી મૂંગા પશુઓને ગૌશાળામાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નવી પીપળી રહેતા ગૌરક્ષકવૈભવભાઈ જીતેશભાઇ ઝાલરીયા દ્વારા આરોપી મહંમદભાઇ ઇસ્માઇલભાઈ માંડલીયા રહે.રાજકોટ બજરંગ વાડી તથા આરોપી ઇકબાલ ઇસ્માઇલભાઈ તરકબાણ રહે.રાજકોટ ગિરનાર ટોકીઝ પાછળ ખાટકીવાડામાં વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૫/૦૩ના રાત્રીના બે વાગ્યાના સુમારે ગૌરક્ષકોને ખાનગીરાહે બાતમી મળેલ કે બોલેરો પીકઅપ રજી. જીજે-૦૩-બીટી-૦૬૧૯માં પશુઓ ભરી કચ્છથી રાજકોટ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે જે બાતમીને આધારે મોરબી-માળીયા(મી) હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલ પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક રજી. નંબરની બોલેરો પીકઅપ આવતા તેને રોકી તેના ઠાઠામાં તલાસી લેતા જેમાં નીરણની કે પાણીની કોઈ વ્યવસ્થા વગર એકદમ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડેથી ઠસોઠસ ૧૧ પાડાને બાંધેલ હોય જેથી પશુઓની હેરફેર કરવા બાબતે કોઈ પરમીટ કે પરવાનો હોવાનું પૂછતા બોલેરો ચાલક-ક્લીનર પાસે ન હોવાનું જ્ણાવ્યાજ હતું તથા તેઓ દ્વારા આ પશુઓને રાજકોટ કતલખાને લઇ જવાનું જાહેર કરતા તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં બોલેરો વાહન તથા ચાલક-કલીનરને લઇ જઈ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button