GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં મહિલા દિનની ઉજવણી “એક સ્ત્રી આદર્શ સ્ત્રી”કાર્યક્રમ દ્વારા ઉજવાયેલ

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારામાં મહિલા દિનની ઉજવણી “એક સ્ત્રી આદર્શ સ્ત્રી”કાર્યક્રમ દ્વારા ઉજવાયેલ. કાર્યક્રમનું પ્રારંભ યજ્ઞ થી કરાયેલ.
આ અંતર્ગત 8 અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરેલ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવેલ .જેમાં યોગગુરૂ તરીકે જોસનાબેન ઘોડાસરા, શ્રેષ્ઠ ગ્રહણી તરીકે મનાણી માલતી બેન ,શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે ધર્મિષ્ઠાબેન સંયુક્ત પરિવારની મહિલાઓમાં ભાગ્યા કાંતાબેન, ગોસરા નયનાબેન, શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઉર્મિલાબેન પટેલ તેમજ યોગ કોચ તરીકે ગીતાબેન મૂછાળા સફળ સ્ત્રી તરીકે તરુણાબેન ઢેઢી અને શ્રેષ્ઠ માતા તરીકે હેતલબેન સોલંકીને સન્માનિત કરાયેલ. તમામને અભિનંદન અપાયેલ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓએ જીવનમાં કયા કયા ગુણો અને કાર્ય સાથે સમાજમાં કાર્ય કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન અપાયેલ.જોસનાબેને મહિલાઓને સ્ટ્રેસ દૂર કરવા યોગમાં જોડાવાની અપીલ કરેલ .આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ

યોજાયેલ,મહિલાઓ ને વિવિધ રમતો રમાડાયેલ.
મહિલા દિવસની ઉત્તમ ઉજવણી એ હતી કે દરેક મહિલા ને તેના નામ સાથે વિશેષણ નો ક્ષેત્ર આદર્શ હતો. જેથી દરેક મહિલા પોતાને સક્ષમ અને સમર્થ અનુભવી કાર્યક્રમ માણેલ એક સ્ત્રી આદર્શ સ્ત્રી કાર્યક્રમને સુંદર સફળતા મળેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button