MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નસીતપર ગામે ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થા સાથે બે ઈસમો ઝડપાયો

TANKARA:ટંકારાના નસીતપર ગામે ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થા સાથે બે ઈસમો ઝડપાયો
ટંકારા તાલુકાના નસીતપર ગામની વાડીની ઓરડીમાં રેડ કરી એલસીબી ટીમે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને બે ઇસમોને દબોચી લીધા છે તો અન્ય બે આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નસીતપર ગામે આવેલ અશોકસિંહ ઝાલાની વાડીની ઓરડીમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દેશી દારૂ ૧૧૬ લીટર કીમત રૂ ૨૩૨૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ કબજે લઈને આરોપી અનીલ ગોવિંદ મકવાણા રહે વિસીપરા મોરબી અને જુવાન અમરશીભાઈ રાઠવા રહે હાલ નસીતપર ટંકારા વાળાને ઝડપી લીધા છે તો અન્ય આરોપી અશોકસિંહ હનુભા ઝાલા રહે નસીતપર તા. ટંકારા અને સલીમ જુમા ચૌહાણ રહે જુના બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાના નામો ખુલતા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]