MAHISAGAR

ચાઈનીઝ દોરી નહીં વાપરીએ વિરપુર તાલુકા પોલીસે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન

વાત્સલ્યમ્ સમાચાર વિરપુર
વિપુલ જોષી
માનવ જિંદગી તેમજ પશુપક્ષીઓ માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે વિરપુર તાલુકા પોલીસ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માત્ર કાયદાકીય પગલા ને બદલે સામાજિક જાગૃતિ માટે વિરપુર ખાતે આવેલી કે સી શેઠ આર્ટસ કોલેજના  વિદ્યાર્થીઓને વિરપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ વી છાસટીયા અને તેમની ટીમ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનાથી થતા નુકશાન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી સાથે ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતમા નિર્દોષ માણસો તથા પશુ પંખીઓની જાનહાનિ કે ઈજાઓ થતી હોઈ તેઓને ચાઈનીઝ દોરી તથા તુક્કલ  ઉપયોગ નહી કરવા સંબધે તથા કોઈ જગ્યાએ ચોરી છૂપીથી વેચાણ થતુ હોય તો પણ તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજણ આપવામાં આવી હતી આ માર્ગદર્શન કેમ્પમાં કે સી શેઠ આર્ટસ કોલેજના આચાર્ય ડોક્ટર સુજીત ત્રીપાઠી , વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ એચ વી છાસટીયા,કોલેજના અધ્યાપક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
વિપુલ જોષી વિરપુર

[wptube id="1252022"]
Back to top button