
9 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે, જે દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.આવા પવિત્ર દિવસ પ્રસંગે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા શિવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. પાલનપુર આબુ હાઇવે સ્થિત હનુમાન ટેકરી મંદિર ખાતે શિવજી ની પૂજા કરવાના ઉદ્દેશ્ય સાથે સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ ના પ્રી- પ્રાઇમરી ના બાળકો ને લઈ જઈ મહાશિવરાત્રી નો મહિમા સમજાવ્યો હતો .આ સાથે બાળકોમાં શિવજી પ્રત્યે ભક્તિભાવ જાગે અને તેમની પૂજા કેવી રીતે કરવી તે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રત્યેક બાળક ના હાથ થી શિવજી ની પૂજા તથા જળાભિષેક કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ના આચાર્યા હેતલબેન રાવલ અને સ્ટાફના સહયોગ થી કરવામાં આવ્યું હતું.