હાલોલ:સન ફાર્મા કંપની દ્વારા નવનિર્માણ પામેલ તલાવડી પ્રાથમિક શાળાનું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ના હસ્તે લોકાર્પણ કરાયું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૩.૨૦૨૪
સન ફાર્મા કંપની હાલોલ તાલુકાના ગામોમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત આરોગ્ય શિક્ષણ,ગ્રામીણ વિકાસ,પાણી સંરક્ષણ, પર્યાવરણનું જતન ક્ષેત્રે વિવિધ વિકાસના કાર્યો કરી રહી છે. જ્યારે સન ફાર્મા કંપની મોડલ સ્કૂલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સરકારી શાળાઓના વિકાસ માટે પ્રશંસનીય કાર્ય કરી રહી છે.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની તલાવડી પ્રાથમિક શાળાને સન ફાર્મા કંપનીએ જ્ઞાનોદય મોડેલ શાળા તરીકે વિકસાવી છે.જેમાં બે નવા ક્લાસરૂમ,કુમાર અને કન્યા માટે શૌચાલય,2 ડિજિટલ ક્લાસરૂમ, એક બાળ કિલ્લોલ પ્રજ્ઞા વર્ગ, સ્વાનુભવ પ્રોજેક્ટ (TLM) લેબ, શેડ,વોટર કુલર, શાળાનું ફર્નિચર, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, કેમ્પસ ડેવલોપમેન્ટ તથા શાળાનું ફર્નિચર, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, કેમ્પસ ડેવલપમેન્ટ તથા શાળાનું રંગ રોગાન કર્યું હતું.નવનીકરણ કરેલ શાળાનું લોકાર્પણ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે સનફાર્મા કંપનીના પ્લાન્ટ સી.એસ.આર હેડ પ્રતિકભાઇ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સન ફાર્મા કંપનીના બ્રજેશભાઈ ચૌધરી,ભદ્રેશભાઈ પટેલ, ભાસ્કરભાઈ ધારીવાલ તેમજ મયંકભાઈ ભગત હાજર રહ્યા હતા.તથા અન્ય મહેમાનો તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ,તલાવડીના સરપંચ તથા અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










