કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઊજવણી કરાઈ.

તારીખ ૦૮/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શિવરાત્રી એટલે ભોળા શંકર ભગવાન ના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. શ્રી ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ કાલોલ દ્વારા મહા શિવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સોમનાથ પાતળેશ્વર મંદીર તથા મઠ ફળિયા સ્થિત સિદ્ધનાથ મહાદેવ ખાતે દશૅન અર્થે વહેલી સવારથી ભક્તોનું ઘોડપુર ઉમટ્યું હતું.કાલોલ શહેર માં વિવિદ્ય શિવાલયો મા થી શિવજી ની શોભાયાત્રા નીકળી શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ કર્યાં શિવના દર્શન મહા શિવરાત્રી નિમિતે શિવજીની શોભાયાત્રા નું આયોજન હર હર બમ..બમ..ભોલે નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. કાલોલ ના બ્રહ્માકુમારી દ્વારા પરમ પીતા શિવજી ની શોભાયાત્રા નીકળી હતી.કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલા ગૌશનેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી જ્યા શાસ્ત્રોક્ત વિધિથી શિવ પુજા યોજવામાં આવી હતી અને ભક્તો માટે ફરાળી બટાકા નો પ્રસાદ અને ભાંગ નો પ્રસાદ પણ આપવામા આવ્યો હતો. મલાવના આપેશ્વર મહાદેવ તથા ઘુસર ગામે આવેલ મહાદેવ મંદિર ખાતે પણ શિવરાત્રી નિમિતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.