
TANKARA ટંકારા મુકામે મહાશિવરાત્રી પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.

આજના દિવસ નિમિત્તે ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ હતો જેમાં પ્રથમ આજે વિશ્વ મહિલા દિવસ હોય દર વર્ષે આર્ય સમાજ ટંકારા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ફક્ત મહિલાઓ દ્વારા જ કરવામાં આવતી હતી. ત્યારબાદ આજે શિવરાત્રી હોય આજના જ દિવસે આર્ય સમાજ ટંકારા નો સ્થાપના દિવસ પણ છે આજના દિવસે આર્યસમાજ ટંકારાની સ્થાપના કરવામાં આવી હતી અને તેમનો 98 માં સ્થાપના દિવસ હતો અને વિશેષ રૂપથી દર વર્ષે શિવરાત્રીએ નિમિત્તે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા ત્રણ દિવસનો વિશેષ કાર્યક્રમ અનેક મહાન વિશિષ્ટ અતિથિ મહાનુભાવોની ઉપસ્થિતિ તથા અનેક વિદ્વાનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે ટંકારા મુકામે 10 -11 – 12 ફેબ્રુઆરી 2024 ના રોજ વિશાળ ફલક ઉપર ત્રણ દિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હોવાથી આ વર્ષનો શિવરાત્રીનો કાર્યક્રમ સીમિત અને સૂક્ષ્મ રૂપે મનાવવામાં આવ્યો હતો જેમાં 10 ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવેલ ચતુર્વેદ યજ્ઞ પારાયણ આજની તારીખે એટલે કે ૮ મી માર્ચ ના રોજ શિવરાત્રીના દિવસે સવારમાં યજ્ઞ કરી અને ચારે વેદોના તમામ મંત્રો પાઠ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી .ત્યાર પહેલા વહેલી સવારમાં આર્યજનો દ્વારા પ્રભાતફેરી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યજ્ઞના યજમાન પદ પર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ પટેલ, મહેશભાઈ વેલાણી તથા આર્ય વિદ્યાલયમ્ ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા અને દિલ્હીથી ટંકારા બાઈક રેલી યોજવામાં આવી હતી તેમના અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર ભાટીયાજી બન્યા હતા અને આચાર્ય રામદેવજીના બ્રહ્મત્વમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બધા જ અતિથિ મહાનુભાવો ધ્વજ સ્થળ પર ઉપસ્થિત રહી ઓમ્ ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારબાદ સ્વાગત સન્માન કાર્યક્રમ યજ્ઞશાળામાં કરવામાં આવ્યો જેમાં આર્ય મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસના ઋષિ જન્મોત્સવના કાર્યક્રમમાં વિશેષ સેવા આપવા બદલ ટંકારા આર્ય સમાજની તમામ મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યુ હતું ,ઉપરાંત ગોવિંદભાઈ મિસ્ત્રી કે જેમણે પોતાની જમીન તથા પોતાનો કારખાના નો શેડ ત્રિ દિવસીય કાર્યક્રમ માટે અર્પણ કરેલ તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં બધા જ મહેમાનો ઋષિ પ્રસાદ લઈ અને વિસર્જિત થયા હતા. ધન્યવાદ








