
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વોલ્ટરભાઈ જ્યુલિયસભાઈ મિસ્ત્રી દ્વારા 2022નાં વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ” DGP’s Commendation Disc-2022 ”એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.પોલીસ વિભાગમાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ પોલીસ કર્મીને સન્માનિત કરવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ, ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા હતા અને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવેલ પ્રશંસનીય સેવા અંગે ” DGP’s Commendation Disc-2022″ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જીલ્લાનાં પોલીસ કર્મચારીને “ સિલ્વર ડીસ્ક ” એનાયત કરવામાં આવી હતી. ડાંગ જીલ્લામાં 2022ના વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર વોલ્ટરભાઇ જયુલીયસભાઇ મિસ્ત્રી બકલ નંબર – 68 ને રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ” સિલ્વર ડિસ્ક ” તેમજ પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.”ડાંગ જિલ્લા પોલીસ વિભાગમાં સારી કામગીરી કરવા બદલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર વોલ્ટરભાઇ જયુલીયસભાઇ મિસ્ત્રી ને સન્માનવામાં આવતા પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તેમજ પોલીસ પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી..





