વિશ્વ મહિલા દિવસ” પ્રસંગે પેડમેન નયન ચત્રારિયાનું વિશેષ સન્માન કરવામાં આવેલ
અત્યાર સુધીમાં ૨૨૬ ગામ ફરીને ૧૫,૮૨૦ થી વધુ દિકરીઓને રૂ.૫ લાખ થી વધુ કિંમતના 'મફત સેનેટરી પેડ' નું કર્યું છે વિતરણ

8 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
દિકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં જઇ દિકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા પેડમેન નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે આ જરુરિયાતમંદ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ પણ કરી રહ્યાં છે.નયન ચત્રારિયા એ અત્યાર સુધીમાં ૨૨૬ જેટલા ગામડાંઓ ફરીને ગ્રામ્ય વિસ્તારની જરુરિયાતમંદ પરિવાર ની ૧૫,૮૨૦ થી વધુ દિકરીઓને રૂ. પાંચ લાખ પચાસ હજાર થી પણ વધુ કિંમતના મફત સનેટરી પેડ આપી તેમણે વાસ્તવિક જીવનમાં ‘ પેડમેન ‘ તરીકેની તેમની આ કામગીરીની નોંધ લઈ મહિલા કલા – નિધી ટ્રસ્ટ, કાણોદર દ્વારા “૮ માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિન” પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને નિવૃત્ત અધિક કલેકટર એસ.એસ.વાઘેલા નાં વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રશ્મિ હાડા અને ટ્રસ્ટી અહેમદ હાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.