
તા.૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રૂ. ૧૧.૩૦ કરોડના ખર્ચે સિક્સ લેન માર્ગનું કરાશે નવીનીકરણ
Rajkot: રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે આજે રાજકોટના ખીરસરાથી ન્યારી ચોકડી સુધીના સિક્સ લેન માર્ગના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતા, રાજકોટના ખીરસરા અને કાલાવડ રોડને જોડતા, ૯/૪૦૦થી ૧૮/૩૦૦ વચ્ચેના આ સિક્સ લેન માર્ગનું રૂ. ૧૧.૩૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ રોડ રીસરફેસ થવાથી રાજકોટ, કાલાવડ રોડ પર આવેલા ઉદ્યોગો માટે ઔદ્યોગિક વસ્તુઓનું પરિવહન કરતા વાહનો અને અન્ય મુસાફર વાહનોને ફાયદો થશે. આ તકે રાજ્ય માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર શ્રી વિજય કાલરીયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








