GUJARATSAYLA

સાયલા તાલુકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા મુકામે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ,ભારત અને આત્મા પ્રોજેકટ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ૨૫૦ થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.જેમા સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપસ્થિત રહી…અને હોંશભેર ઉજવણી કરવામાં આવી.જેમાં મહિલા ઑ રમતો માં સહભાગી બની અને રાસની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી ભરત ભાઈ પટેલ,આગાખાન સંસ્થાના એરિયા મેનેજર સુનિતા બેન હેમવાની, સાયલા તાલુકા મામલતદાર બાસુપ્યા મેડમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાધાસર ના જીજુ મેડમે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.તેમજ વખતપરના શ્રઘ્ધાબેન સભાની એ પ્રાકૃત્તિક ખેતીમાં તથા દરેક હકારાત્મક બાબત માં ભાગીદારી પૂર્વક સહભાગી બનવા મહિલાઓને જાગૃત થવા જણાવ્યું હતું.આ કાર્યક્રમ સફળ બનાવવા આત્મા પ્રોજેકટ સુરેન્દ્રનગર તથા આગાખાન ગ્રામ્ય સમર્થન કાર્યક્રમ (ભારત) ની પુરી ટીમ સહભાગી બન્યા હતા.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button