
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પશ્ચિમ બંગાળના સંદેશા ખાલી વિસ્તારમાં આદિવાસી તથા દલિત મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના લોકો દરેક ઘરમાં સુંદર મહિલાઓ – મોટાભાગે યુવાન પત્નીઓ અને છોકરીઓની શોધ કરતા હોય છે.અને એવી કોઈ સ્ત્રી જોવા મળે એટલે તેણીને પાર્ટી કાર્યાલય પર લઈ જવામાં આવતી હતી. જ્યાં સુધી તેમને ખુશી નથી મળતી ત્યા સુધી રાતો ની રાતો સ્ત્રીઓને ત્યા જ રાખવામાં આવતી હતી.ત્યારે આ મહિલાઓ આઘાતમાં જોવા મળી રહી છે. કારણ કે તેમને હમેશા દુષ્કર્મનો ભોગ બનવાનો કે પ્રતાડિત થવાનો ભય રહે છે. તેમજ શાહજહા અને તેમના લોકોએ જબરદસ્તી પૂર્વક સ્ત્રીઓની જમીન જ નથી છીનવી પરંતુ વર્ષોથી તેમને મારતા આવ્યા છે અને જાતીય સતામણી પણ કરતા આવ્યા છે.સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહા શેખ અને એમના માણસો વર્ષોથી સ્થાનિકો પર અત્યાચાર કરી રહ્યા છે.મુખ્ય આરોપી શાહજહા, જે તૃણમૂલ કોંગ્રેસનો ભાગ છે, તેને મમતા બેનર્જીના નેતૃત્વ વાળી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા હજુ સુધી પકડવામાં નથી આવ્યો.જે નો સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.ત્યારે મહિલાઓને ન્યાય મળે તેવી માંગ સાથે ડાંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં ડાંગ જિલ્લાના વઘઈ નગર મંત્રી કેશવભાઈ કશ્યપ, આહવા નગર સહમંત્રી યોગેશ્વરી બેન કેશોદ, પ્રદેશ કારોબારી સદસ્ય કશિશબેન દીક્ષિત, સંયોજક દાનિલ ભાઈ બરડે તથા કેમ્પસ મંત્રી વિવેકભાઈ, દીપકભાઈ, વગેરે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..





