GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એરાલ ગામે બાઇક ચાલકને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા સારવાર દરમ્યાન મોત.કાર ચાલક ફરાર

તારીખ ૦૬/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ મથકે દીપકભાઈ રતનભાઇ બારીયા રે એરાલ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના ભાઈ અજયભાઈ ભારતભાઈ બારીયા ઉ વ ૪૦ નાઓ મંગળવારે સવારના ૯:૪૫ વાગ્યા ના સુમારે એરાલ થી મોટરસાયકલ લઈને રવેરી જવાના રસ્તે ખેતરમાં આંટો મારવા માટે જતા હતા ત્યારે બાડા તળાવ નજીક આશરે સવા દસેક વાગ્યે એરાલ તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે સફેદ કલરની કારના ચાલકે પોતાની કાર હંકારી અજયભાઈ ની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દેતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા.જેઓને શરીરે અને માથામાં ઇજાઓ પહોંચતા તેમના કાન અને નાકમાંથી લોહી નીકળતું હતું તેઓને ૧૦૮ મારફતે ગોધરા દવાખાને લઈ ગયા હતા જ્યા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે બપોરના ત્રણ વાગ્યાના સુમારે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું. અકસ્માત કરનાર કારનો સ્થાનિક દ્વારા પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ તે પૂર ઝડપે હોય પોતાની કાર લઈને અકસ્માત કર્યા બાદ નાસી છૂટ્યો હતો જેના નંબર આધારે પોલીસે નાસી છૂટનાર કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button