NATIONAL
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, ઘણી મેટા સેવાઓ બંધ, FB કામ કરતું નથી
એકાઉન્ટ ઓટોમેટિક થયા લોગઆઉટ, યુઝર્સ પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા છે. યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ રહ્યા છે. તો ઈન્સ્ટાગ્રામ પર રિલ્સના ઓપ્શન પર ક્લિક કરતા યુઝર્સ રિલ્સ જોઈ શકે છે. જોકે મેસેજ મોકલવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સને ફેસબુક એકાઉન્ટ લોગઆઉટ થયા છે. જેને લોગીન કરતા એરર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થવાથી લાખો યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #FacebookDown ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ #FacebookDown અને #InstagramDown જેવા હેશટેગ સાથે X પર ટ્વિટ કરી રહ્યા છે.
[wptube id="1252022"]