GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર – જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેતપુર ખાતે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે

તા.૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: ”વિકસિત ભારત – વિકસિત ગુજરાત : નારીશક્તિ વંદના” રાજયકક્ષાનો કાર્યક્રમ તા.૦૬ માર્ચના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે યોજાનાર છે, જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગુજરાતની દરેક વિધાનસભા બેઠકો ઉપર થવાનું છે ત્યારે રાજકોટ જિલ્લામાં જેતપુર – જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ સવારે ૧૦.૦૦ કલાકે જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જુનાગઢ રોડ, જેતપુર ખાતે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧.૩૦ લાખ મહિલાઓને રૂ.૨૫૦ કરોડની સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બહેનોને પધારવા માટે ૭૪ – જેતપુર જામકંડોરણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button