સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકામાં આવેલાં ધાધલપર મુકામે તારીખ 3/3/2024 નાં રોજ સમસ્ત તળપદા કોળી સમાજ નો 13 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સમસ્ત તળપદા કોળી સમાજ સમિતિ સાયલા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.આ સમુહ લગ્નોત્સવ માં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજ માં ખોટાં રિવાજો છોડી ને અન્ય સમાજ ની જેમ પ્રગતિ કરે તે માટે સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નોત્સવ માં સાધુ સંતોનાં 13 નવ દંપતીઓ એ આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે સંતો, મહંતો, શિક્ષકો,
તેમજ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મયુરભાઈ સાકરીયા, રમેશભાઈ મેર, શંકરભાઈ વેગડ, મથુરભાઈ ચોરવીરા , જેસીંગભાઇ પત્રકાર સરપંચો તથા મહાનુભાવો સામાજિક આગેવાનો અને કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ, જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]