MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક ચોર ને ઝડપી લીધો 

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક ચોર ને ઝડપી લીધો

મોરબીના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી અજાણ્યા વાહન ચોર દ્વારા વધુ એક બાઈકની ચોરી કર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાઈ છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ કરતા બાઈક ચોરને ઝડપી લેવામાં સીટી એ ડિવિઝન પોલીસને સફળતા મળી હતી હાલ પોલીસે બાઈક ચોર આરોપીને ઝડપી લઇ આગળની તપાસ ચલાવી છે.

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મૂળ જામનગર જીલ્લાના મકાજી મેઘપરના વતની અશોકભાઈ ડાયાભાઇ પરમાર દ્વારા મોરબી એ ડીવીઝ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૭/૦૨ના રોજ સવારના અશોકભાઈનું હીરો હોન્ડા કંપનીનું પેશન પ્રો રજી. નં. જીજે-૧૦-બીબી-૦૬૮૪ બાઈક અશોકભાઈના ભાઈ રાજેશભાઈ પરમાર મોરબી સિવિલ હોસ્પિટલ કોઈ કામ સબબ ગયા હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયો હતો. બાઈક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ અશોકભાઈ દ્વારા રૂબરૂ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરાયેલ બાઈકની શોધખોળની ત્વરિત કામગીરી હાથ ધરી બાઈક ચોરી કરનાર આરોપી કિશોરભાઇ અમૃતભાઇ તેરૈયા રહે હડમતીયા તા.ટંકારાને ઝડપી લઇ ચોરાયેલા બાઈકની રિકવરી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button