બે સંતાનોની માતાને શારીરિક માનસિક ત્રાસ આપી ધમકી આપી ટ્રીપલ તલાક આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ

તારીખ ૦૩/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના ભડીયાદરા પીર ની દરગાહ પાસે રહેતી યુવતી ના લગ્ન આજથી નવ વર્ષ પહેલા મુસ્લીમ સમાજ ના રીત રીવાજ મુજબ ગોધરા ના ઈમરાનશા મહેમુદશા દીવાન સાથે થયા હતા લગ્ન બાદ યુવતી પતિના ઘેર જુની પોસ્ટ ઓફીસ પાસે નગીના મસ્જિદ ગોધરા ખાતે રહેતી હતી શરૂઆતના તબક્કામાં પતી સારો વ્યવહાર રાખતો હતો પરિણામે પૂત્રી અલ્પીના ઉ વ. ૭ અને પુત્ર હુસનેન ઉ.વ ૪ નો જન્મ થયો હતો ત્યારબાદ વર્ષ ૨૦૨૧ થી પતી ઈમરાનશા, સાસુ મહેમુદાબીબી અને નણંદ સરતાજ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી બીભત્સ ગાળો બોલવાનુ શરૂ કરેલ પરંતુ પોતાનુ લગ્ન જીવન ટકાવી રાખવા પરિણીતા બધુ સહન કરી ને રહેતી હતી પતી નો ત્રાસ વધતા પોતાના માબાપ,ભાઈ ને જાણ કરી હતી અને પિયરમાં રહેવા આવેલ પરંતુ પતી તેડતા ન હોય કાલોલ કોર્ટે મા ઘરેલુ હિંસા અને ભરણપોષણ માટે ના કેસ દાખલ કરેલા જે કેસ મા છેલ્લા એકાદ વર્ષથી સમાજના અગ્રણીઓ ની રૂબરૂ સમાધાન કરી પતી ના ઘેર રહેવા ગયા હતા પણ ત્યારબાદ છેલ્લા ત્રણેક મહિનાથી પતી અને સાસુ તથા નણંદ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા ગત તા ૧૦/૦૨/૨૪ ના રોજ પતી ઈમરાન દ્વારા બન્ને સંતાનો ની હાજરીમા ત્રણ વાર તલાક બોલી ટ્રીપલ તલાક આપી દીધા અને જો આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી રૂમનો દરવાજો બંધ કરી નાસી ગયો હતો. પરિણીતા ની સાસુ અને નણંદ પણ તલાક આપી દીધા છે એટલે હવે તુ છોકરાઓને લઈને અહીથી જતી રહે તેવી વાત કરતા હતા જેથી માતા પિતા ને ફોન થી જાણ કરી કાલોલ આવેલ અને કાલોલ પોલીસ મથકે સમગ્ર બાબતે આશિયાનાબાનુ એ ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરિક માનસિક ત્રાસ, ધાક ધમકી અને મુસ્લીમ મહિલા(લગ્ન પરના અધિકારો ન રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ એલ એ પરમારે શરૂ કરી છે.