
2 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભુતેડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાનનીવિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં બાળકોએ વિજ્ઞાનના સ્વનિર્મિત સાધનો,વિજ્ઞાનના રમકડા અને વિજ્ઞાનના નિયમો આધારિત નમૂનાઓ બનાવી પોતાની અંદર રહેલી સર્જનાત્મકતાને પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત શાળામાં સાયન્સ ક્વિઝ અને પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.આ બાબતે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી પરેશભાઈ પુરોહિત , જ્યોત્સનાબેન ચૌધરી તથા ઊર્મિલાબેન પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓ ના અંદર રહેલી વિવિધ સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં આવે છે.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મયંકભાઇ પટેલ શાળાના શિક્ષકગણ તથા સીઆરસી કોઓર્ડીનેટર શ્રી નરેશભાઈ શ્રીમાળી દ્વારા બાળકો તથા શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.