KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે નાની શામળદેવી ગામે દારૂ બીયર ના ૧૩૩ બોટલ, રૂપિયા ૧૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

તારીખ ૦૧/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શુક્રવારે સવારે કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામમા રહેતા સંજય કુમાર ઉર્ફે ગલો જશવંતભાઈ પરમાર તેના રહેણાંક મકાનમાં વીદેશી બનાવટ નો પરપ્રાંતીય દારૂ મંગાવી સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટાફે રેડ કરતા તેના ઘેર કોઈ હાજર જોવા મળેલ નહી ખુલ્લા ઘરમા પોલિસે તપાસ કરતા વચ્ચેના રૂમમાંથી વિમલ ના બે થેલા મળી આવ્યા જે ખોલી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જુદી-જુદી બનાવટમાં દારૂ ના બોટલ તેમજ ટીન મળી આવેલા. પોલીસે ૧૮૦ મી. લી ના દારૂ ભરેલા કાચના ૨૦ તેમજ પ્લાસ્ટીકના ૬૫ બોટલ તેમજ બીયરના ૪૮ ટીન કુલ મળી બોટલ અને ટીન ૧૩૩ નંગ મળેલ જેની કિંમત રૂ ૧૪,૯૧૦/ ગણી હાજર ન મળેલ બુટલેગર સંજય કુમાર ઉર્ફે ગલો જશવંતભાઈ પરમાર સામે પ્રોહી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









