
1 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકાની એમ.એન.બાલવા હાઇસ્કુલ, પીરોજપુરા ખાતે વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાય તે માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વાહફાઉન્ડેશન,અમદાવાદ પ્રેરિત અને એમ.એન. બાલવા હાઇસ્કુલ,પીરોજપુરા દ્વારા આયોજિત ખૂબ જ સુંદર વિજ્ઞાન પ્રદર્શન અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.. વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુ ની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 70 જેટલા મોડેલ રજુ કરવામાં આવ્યા હતા..જે ખુબજ સુંદર હતા…આ ઉપરાંત નિબંધ સ્પર્ધામાં પણ 30 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.. કાર્યક્રમમાં ઉપસ્થિત વાહ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી અને રિહેન મહેતા વિદ્યાલય ના પ્રિન્સિપાલ ડૉ.રાકેશ કે.પ્રજાપતિ,ગુજરાત હાઇસ્કુલ,પાલનપુર ના પ્રિન્સિપાલ ઇલિયાસ સિંધી, ગોકુલ યુનિવર્સિટીના પ્રો.સફિયા વ્હોરા ,તથા જાફરી સ્કૂલ, મેતા ના ટ્રસ્ટી ડૉ. સાબ્બીર અલી,મિલેનિયમ સ્કૂલ ,બસુના પ્રિન્સિપાલ આમીન ભાઈ તેમજ માહી સ્કૂલ ના ઓવેશભાઈ અને પીરોજપૂરા પ્રા.શાળાના રઝિયા બેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા..કાર્યક્રમના અંતે વિજ્ઞાન મોડેલ પ્રદર્શનમાં અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાકે આવેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના પ્રિન્સીપાલ શ્રી અલ્તાફ હુસેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના આયોજન ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ શાળા મંડળ વતી તમામ મહેમાનો અને ભાગ લેનાર તમામ સ્પર્ધકો તેમજ સમગ્ર સ્ટાફનો અભિનંદન સહ આભાર માન્યો હતો.