Gujrat ગુજરાત ગેસ દ્વારા ભાવમાં ત્રણ રૂપિયાનો ધટાડો કરાયો, મોરબી ઉધોગકારોમાં રોષ..

Gujrat ગુજરાત ગેસ દ્વારા ભાવમાં ત્રણ રૂપિયાનો ધટાડો કરાયો, મોરબી ઉધોગકારોમાં રોષ..
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં સતત ધટાડો આવી રહ્યો હોય જેને પગલે ગુજરાત ગેસ કંપનીએ આઠથી દસ રૂપિયાને બદલે ગેસના ભાવમાં માત્ર 3 રૂપિયા ધટાડો કરવામાં આવતા મોરબી સિરામિક ઉધોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો હવે ગુજરાત ગેસનો વપરાશ જ બંધ કરી પ્રોપેન એલપીજી તરફ વળવા પ્રયાણ કરવા નક્કી કર્યું છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ચાર વર્ષની નીચી સપાટી હોય તાકીદે ભાવ ઘટાડવા માટે ગઈકાલે ગુજરાત ગેસના એમડી મિલીન તોરવણે સાથે મુલાકાત કરી હતી જેને પગલે આજે ગુરુવારે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં માત્ર ત્રણ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે.ગેસના ભાવમાં માત્ર ત્રણ જ રૂપિયાનો ઘટાડો કરવા અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોએ વર્તમાન પરિસ્થિતિમાં ગેસના ભાવમાં 8 થી 10 રૂપિયા ભાવ ઘટાડો કરવા માંગ કરી હતી પરંતુ કંપનીએ માત્ર ત્રણ રૂપિયા જ ભાવમાં ઘટાડો કરતા ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે. હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યી છે તો ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળિયે છે તે જ રીતે એક્સપોર્ટમાં પણ ભાડા વધી જતા હાલમાં સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટમાં પણ મંદીનો સામનો કરી રહ્યું છે.