
વિજ્ઞાનની શોધો વડે આજે મનુષ્યે સ્થળકાળના સીમાડા ભેદી નાખ્યા છે,ધરતીનાં ઊંડાણો ખેડયાં છે, સાગરનાં જળ ડહોળી નાખ્યાં છે, અવકાશનાં ગૂઢ રહસ્યો ઉકેલ્યાં છે.ત્યારે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મૂલ્યો પ્રસ્થાપિત થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાંકરેજ તાલુકાના દુગ્રાસણ પે. કેન્દ્ર શાળામાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ની ઉજવણી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિ.અધિકારી ડૉ.વિનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાચાર્ય,ડાયટ પાલનપુરના ડૉ. ધુડાભાઈ બ્રાહ્મણના હસ્તે આજરોજ
તા.૨૮/૦૨/૨૦૨૪ ને મંગળવારના રોજ બપોરે ૨.૩૫ કલાકે મુખ્યવક્તા ડૉ.વર્ષાબેન પ્રજાપતિ સિનિયર લેક્ચરર,ડાયટ પાલનપુર,મુખ્ય મહેમાન સંજયભાઈ દવે પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિ.સંઘ,અતિથિ વિશેષ ભરતભાઈ ચૌધરી કાંકરેજ તાલુકા પ્રાથમિક શિ.અધિકારી, માર્ગદર્શક મહેન્દ્રભાઈ સુથાર બી.આર.સી.કાંકરેજ,સુરેન્દ્રસિંહ ચૌહાણ સી.આર.સી.દુગ્રાસણ, પ્રેરક ડૉ.ચિંતન આચાર્ય એમ.ડી. ફિઝિશિયન આચાર્ય હોસ્પિટલ ડીસાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય ડૉ.કુલદીપકુમાર ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત સન્માન બાદ અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો, વૈજ્ઞાનિકોનું જીવન-કવન પ્રોજેકટ, વિજ્ઞાનના પ્રયોગો,વિજ્ઞાન ગીત, વિજ્ઞાનના સાધનોની ઓળખ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા.ત્યારે ડૉ. વર્ષાબેન પ્રજાપતિ એ પ્રાસંગિક પ્રવચન કરી વિધાર્થીઓને બહારની વસ્તુઓ ના આરોગવાની સલાહ આપી હતી.અધ્યક્ષ ડો.વિનુભાઈ પટેલ ડીપીઈઓ બનાસકાંઠાએ જણાવ્યું હતું કે અત્યારના આધુનિક યુગમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી રહ્યું છે પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળની તરફ નજર કરીએ તો પ્રાચીન વિજ્ઞાન અત્યારનાં વિજ્ઞાન કરતા પણ વધારે શ્રેષ્ઠ હતું કારણ કે રામાયણકાળની અંદર પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે અને મહાભારતકાળમાં માતા ગાંધારીના મુખેથી એક ભ્રુણમાંથી સો ભ્રૂણ બનવાની ઘટના ભારતવર્ષમાં ઘટેલ છે એ સિવાય પણ ભારતના ઘણા બધા વૈજ્ઞાનિકોએ મોટા આવિષ્કારો કરી ભારતને સિદ્ધિ અપાવેલી છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી એવમ નેકારીયા નવા પ્રાથમિક શાળાના આચાર્ય
જીવણભાઈ જોષી,પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ના ઉત્સાહી આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા,ખારીયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ,મુખ્ય શિક્ષક સંઘ કાંકરેજના પ્રમુખ રમેશભાઈ ત્રિવેદી,પ્રા.શિક્ષક સંઘ કાંકરેજના પ્રમુખ જયરામભાઈ જોષી,માનપુર(શિ.)પ્રાથમિક શાળાના શિક્ષક પ્રજાપતિ હરેશભાઈ ઈશ્વરભાઈ (થરેચા), રીનાબેન ચૌધરી,શિક્ષક પ્રહલાદભાઈ પી.પ્રજાપતિ કાકરવાળા,લાખણી તાલુકા પંચાયત બ્લોક કો.ઓડીનેટર શ્રવણભાઈ રાવળદેવ સહિત શાળા વ્યવસ્થાપન
સમિતિ,શાળા પરિવાર સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




