NATIONAL

‘કિશોરો વચ્ચે સહમતિથી બને સંબંધ અપરાધ નહીં’ : કર્ણાટક હાઈકોર્ટ

જસ્ટિસ હેમંત ચંદનગૌદરે POCSO એક્ટ પર આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં એક 21 વર્ષીય યુવક સામેના ફોજદારી કેસને રદ કર્યો.

કર્ણાટક હાઈકોર્ટમાં હાલમાં જ એક કેસની સુનાવણી દરમિયાન ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ’ (POCSO) એક્ટ પર મહત્વની ટિપ્પણી કરવામાં આવી હતી. ‘સી રઘુ વર્મા વિરુદ્ધ કર્ણાટક રાજ્ય’ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે POCSO એક્ટનો હેતુ કિશોરો વચ્ચે સહમતિથી થતા જાતીય સંબંધોને અપરાધ બનાવવાનો નથી, પરંતુ તેમને જાતીય શોષણથી બચાવવાનો છે. જ્યારે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આરોપીઓ સામે કડક કલમો લગાવવામાં આવે છે.

જસ્ટિસ હેમંત ચંદનગૌદરે POCSO એક્ટ પર આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં એક 21 વર્ષીય યુવક સામેના ફોજદારી કેસને રદ કર્યો. આ યુવકે એક સગીર છોકરી સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC), POCSO એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટની આ ટિપ્પણીને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

હાઈકોર્ટે કેસ પર શું ટિપ્પણી કરી?

આ કેસ અંગે ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે આરોપી યુવક અને સગીર છોકરી સમાજના એવા વર્ગમાંથી આવે છે જે આર્થિક અને સામાજિક રીતે પછાત છે. તેમને કાયદાનું કંઈ ભાન પણ નથી. એમને એ પણ ખબર નથી કે તેઓ આ ઉંમરે લગ્ન કરશે તો તેનું શું પરિણામ આવી શકે છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ‘પોક્સો એક્ટનો હેતુ સગીરોને જાતીય શોષણથી બચાવવાનો છે, અને બે કિશોરો વચ્ચેના સહમતિથી બનેલા સંબંધોને ગુનાહિત બનાવવાનો નથી. જેઓ એ પણ જાણતા નથી કે સહમતિથી બનેલા જાતીય સંબંધોનું શું પરિણામ આવી શકે છે.

શું છે મામલો?

આરોપી યુવકે યુવતી સગીર હોવાનું જાણતા હોવા છતાં તેની સાથે લગ્ન કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. હાલ યુવતીની ઉંમર માત્ર 16 વર્ષની છે. આ અંગે બેંગલુરુ પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો. જેની સામે આરોપી યુવકે હાઈકોર્ટનો સંપર્ક કરી પોતાની સામે નોંધાયેલ કેસ રદ કરવાની માંગ કરી હતી. યુવકે કહ્યું કે તે યુવતી સાથે રિલેશનશીપમાં હતો અને બંને જણાએ એકબીજાની સંમતિથી જ સંબંધ સ્થાપિત કર્યા હતા.

આ પછી, સગીર છોકરી અને તેના માતાપિતાએ હાઈકોર્ટ સમક્ષ સંયુક્ત સોગંદનામું દાખલ કર્યું, જેમાં જણાવ્યું હતું કે લગ્ન અજાણતા થયા છે અને તેઓ કાયદાથી વાકેફ નથી. તે જ સમયે, કોર્ટે આરોપી યુવકને ન્યાયિક કસ્ટડીમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેની સામે નોંધાયેલા કેસો રદ કર્યા હતા. કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી હતી કે સગીર બાળકીને જન્મેલા બાળકની સંભાળ રાખવા માટે પિતાને જેલમાંથી છૂટો કરવો જરૂરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button