
તા.૨૭/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક અવેરનેસના ભાગ રૂપે રાજકોટ ખાતે ગોંડલ ચોકડી અને કટારીયા (કોસ્મો) ચોકડીની આસપાસના વિસ્તારોમાં ૬૩ જેટલા દ્વિ-ચક્રી વાહનોના બ્રેક અને અન્ય પાર્ટસની ચકાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં મીકેનીક શ્રી નીતિનભાઈએ દ્વિ-ચક્રી વાહનોના બ્રેક તથા વાહનોના અન્ય પાર્ટ્સનું યોગ્ય ફીટીંગ, ઓઈલીંગ સહિતની ચકાસણી કરી હતી. તેમજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.જી.વાઘેલાએ વાહનોનની જાળવણી સંબંધી જરૂરી સૂચનો વાહનચાલકોને કર્યા હતા. આ કેમ્પમાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.આર.દેસાઈ, સબ ઇન્સ્પેકટરશ્રી આર.જે.ચારણ, હેડ કોન્સ્ટેબલશ્રી ધીરજભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

[wptube id="1252022"]








